Thursday, May 26, 2016

કપડે કી કિસી કો સિલાઈ માર ગઈ...

- ઉત્પલ ભટ્ટ 
(પ્રોજેક્ટ યુનિફોર્મને સાડા પાંચ વર્ષ પૂરાંં થઈ રહ્યા છે. તેને મળેલા અદ્‍ભુત પ્રતિસાદથી આનંદ અનુભવાય એ સ્વાભાવિક છે, સાથે જ એ પણ ખ્યાલ આવે છે કે હજી કેટલું કામ બાકી છે. અમદાવાદના મિત્ર ઉત્પલ ભટ્ટ અહીં આ પ્રોજેક્ટની અપડેટ અવારનવાર આપતા રહે છે. આ વખતે 'ઝાવડા આશ્રમશાળા'ની મુલાકાતનો અહેવાલ.) 

વખતે 'પ્રોજેક્ટ યુનિફોર્મ'ની અપડેટ આપવામાં ઘણો વિલંબ થયો છે, પણ ગાળામાં કામ સતત ચાલતું રહ્યું છે. દોઢેક વરસના ગાળામાં થયેલા કામની થોડી વાત પહેલાં કરી લઈએ.
છેલ્લા બે એક વર્ષથી ડાંગ જીલ્લાની આશ્રમશાળાઓમાં યુનિફોર્મ વિતરણ શરૂ કર્યું છે. આશ્રમશાળામાં રહીને અભ્યાસ કરતા મોટા ભાગનાં આદિવાસી બાળકો 'અત્યંત ગરીબ'ની શ્રેણીમાં આવે છે. એટલે હાલમાં ડાંગ જીલ્લો પકડી રાખવો અને એક પછી એક આશ્રમ શાળાઓમાં યુનિફોર્મ આપતા જવું તેવું સર્વાનુમતે નક્કી કર્યું છે.
 ‘પ્રોજેક્ટ યુનિફોર્મઅંતર્ગત ૨૦૧૫-૨૦૧૬ દરમિયાન શાળાઓમાં યુનિફોર્મ આપવામાં આવ્યા,
() ડુંગરડા આશ્રમ શાળા, (જી. ડાંગ)
() ભેંસકાતરી આશ્રમ શાળા, (જી. ડાંગ)
() સરવર આશ્રમ શાળા, (જી. ડાંગ)
() નવા ગામ પ્રાથમિક શાળા, જી. છોટા ઉદેપુર (બે વર્ષ પછી ફરીથી શાળામાં)
() ખડકીયા ભાઠા પ્રાથમિક શાળા, જી. છોટા ઉદેપુર (બે વર્ષ પછી ફરીથી શાળામાં)
() ઝોઝ પ્રાથમિક શાળા, જી. છોટા ઉદેપુર (બે વર્ષ પછી ફરીથી શાળામાં)
() વડીવાડી નર્મદા વસાહત પ્રાથમિક શાળા, જી. છોટા ઉદેપુર (બે વર્ષ પછી ફરીથી શાળામાં)

વખતે વારો હતો વઘઈ પાસે આવેલી ઝાવડા આશ્રમશાળાનો, જેના કુલ વિદ્યાર્થીઓ ૧૨૭  હતા. ત્રીજી એપ્રિલે કાળઝાળ ગરમીમાં યુનિફોર્મનાં માપ લેવા માટે મિત્ર જયેશ પરમાર રાબેતા મુજબ બસ-ટ્રેન-બાઈકસવારીઓની મઝા લેતો લેતો ઝાવડા પહોંચ્યો. તેણે એકે એક બાળકનાં માપ લીધાં. પછી રાબેતા મુજબ કાપડ, કોકડી, બટન, ઈલાસ્ટિક વગેરેના ઓર્ડરો અપાયા. અમદાવાદ ખાતે આવેલું જયેશનું 'પરમાર ટેલર્સ' કારીગરોથી ધમધમી ઉઠ્યું. સવારે થી રાતના ૧૧ સુધી યુનિફોર્મ સીવવાનું કામ ચાલતું રહે. જયેશ તો ખરો , પણ હવે તેના કારીગરો પણ યુનિફોર્મ પ્રોજેક્ટ સાથે ગાઢ રીતે સંકળાયેલા હોવાનું  અનુભવે છે અને બાળકો માટે આનંદપૂર્વક કટીંગ, સીવણ વગેરે કરે છે. અરસામાં મજાકમસ્તી સાથે ચાલતું રહેતું કામ જોવાની બહુ મઝા આવે. રાતે સીવણકામ ચાલતું હોય ત્યારે હું લગભગ દરરોજ ગરમાગરમ નાસ્તા લઈને પહોંચી જાઉં. 'કોર્પોરેટ ક્ષેત્ર'માં વપરાતા 'ડેડલાઈન', 'આઉટપુટ', 'બજેટજેવા શબ્દો વાપરું અને અને જાતે નક્કી કરેલી 'ડેડલાઈન' પહેલાં કામ પૂરૂં કરવા બધાને પ્રોત્સાહિત કરૂં. બહાને થોડો ઉત્સવ જેવો માહોલ પણ સર્જાય!

એક રીતે 'પ્રોજેક્ટ યુનિફોર્મ' હિંદુ-મુસ્લિમ ઐક્યનું જ્વલંત ઉદાહરણ પૂરૂં પાડે છે. જયેશના તમામ કારીગરો મુસ્લિમ છે, જ્યારે જયેશકુમાર પોતે ચુસ્ત સ્વામિનારાયણ! પણ તેમનો તાલમેલ અને કામ કરવાની ધગશ જોઈને બહુ મઝા આવે.

કેવા કેવા આડફાયદા થાય છે યુનિફોર્મ પ્રોજેક્ટથીસૌથી મોટો ફાયદો અને સીધો દેખાતો ફાયદો છે કે સ્વ-રોજગાર પૂરો પાડવામાં પ્રોજેક્ટ બળૂકો પૂરવાર થયો છે. યુનિફોર્મ સીવાતા હોય ત્યારે જયેશ, કટિંગનો કારીગર, સીલાઈ કારીગરો (પેન્ટના, શર્ટના, લેડિઝ ડ્રેસના જુદાજુદા કારીગરો), ગાજ-બટનનો કારીગર, ઈસ્ત્રી કરનાર, બટન વેચનાર, કોકડી વેચનાર, યુનિફોર્મ મૂકવાની થેલી બનાવનાર, કાપડનો વેપારી, ઈલાસ્ટિકનો વેપારી - સૌનાં ઘર ચાલતા રહે છે. કારીગરો સાથેની વાતચીતમાંથી માલૂમ પડ્યું કે યુનિફોર્મ સીવાતા હોય દરમ્યાન તેમની આવક બેવડાઈ જાય છે. જાણીને આશ્ચર્ય થાય કે સાવ નહીંવત માર્જિનથી લોકો કામ કરે છે. સાવ નાનો ગણાતો 'પ્રોજેક્ટ યુનિફોર્મ' આટલા બધાને રોજગારી આપી શકતો હોય તો સરકાર કરોડોના બજેટ ફાળવ્યા પછી પણ રોજગાર આપવામાં ક્યાં અને કેમ પાછી પડી રહી છે, એવો પણ સવાલ થાય. 

એટલે એક વિદ્યાર્થીની એક જોડ (શર્ટ + પેન્ટ)ના રૂ. ૩૫૦/- કોઈ આપે તો આખું વરસ કપડાં ચાલે છે અને સાથે રૂપિયામાંથી કેટકેટલા ઘરોમાં ચૂલો સળગતો રહે છે.
**** **** ****

વખતે થોડી અણગમતી વાત પણ કરવી છે કરવી બહુ જરૂરી લાગે છે. અલબત્ત, વાત જેના વિશે છે એમના માટે 'અણગમતી' છે. બ્લોગ થકી દુનિયાના અનેક ખૂણે સંભળાતો સાદ અને તેના મળતા પ્રતિસાદનો ઉલ્લેખ વખતે જરૂરી સમજું છું. પ્રોજેક્ટ માટે મદદ કરનારા સહૃદયીઓ ભાગ્યે અહીં કમેન્ટમાં દેખાય છે. બલ્કે તેઓ સીધો સંપર્ક કરે છે અને પોતાના નામની પ્રસિદ્ધિની ખેવના રાખ્યા વિના સીધી સહાય આપવાની તત્પરતા દાખવે છે. તેઓ પોતે વિશે કહે શાના! તેમનો નામોલ્લેખ પણ હું સંકોચ સાથે કરું છું કેમ કે, તેમના માટે ગમતી વાત નથી. બીજી એક સ્પષ્ટતા કે અહીં બ્લોગનું માહાત્મ્ય કરવાનો જરાય ઉપક્રમ નથી, પણ માધ્યમ કેવું ચમત્કારી છે દર્શાવવાનો મુખ્ય હેતુ છે.
 પ્રોજેક્ટ યુનિફોર્મની શરૂઆતથી તેને સફળ બનાવવામાં અમદાવાદના 'કિરીટ બુધાલાલ પટેલ ફાઉન્ડેશન' ના ટ્રસ્ટી નિર્મલ પટેલનો સક્રિય સિંહફાળો રહ્યો છે. ઉપરાંત ઉચ્છલનિવાસી હાસ્યલેખિકા કલ્પનાબહેન દેસાઈ નિયમિતપણે સહાય મોકલતાં રહે છે. કેનેડાનિવાસી અલ્પેશ ડોબરિયા સમયાંતરે મદદ કરતા હોય છે. અલ્પેશભાઈએ નીપ્રા વ્યાસની ફેસબુક વૉલ પર  'પેલેટ' પર મૂકાયેલા યુનિફોર્મ પ્રોજેક્ટ વિશે વાંચ્યું અને મારો સંપર્ક કર્યો. એક પેલી 'બર્લિન વૉલ' હતી, જે લોકોને જુદા પાડતી-ટટળાવતી હતી. 'એફ બી વૉલ' સમાન સંવેદના ધરાવતા મિત્રોને ભેગા કરી આપે છે. વડોદરાનિવાસી અવાશિયાસાહેબની ટહેલથી પ્રેરાઈને અમેરિકાથી સાગર હેબ્બરના વાંચવામાં બ્લોગ આવ્યો. અને તેમણે પણ પ્રોજેક્ટને આર્થિક બળ પૂરૂં પાડ્યું. બ્લોગ વાંચીને મેલબોર્નનિવાસી શ્વેતા પટેલે છેક ઓસ્ટ્રેલિયાથી યુનિફોર્મ માટેનું ફંડ મોકલ્યું છે. એક આડવાત -શ્વેતાબહેન મેલબોર્નમાં 'લાલાઝ કિચન' નામની મસ્ત મઝાની રેસ્ટોરન્ટ ચલાવે છે. ખાવા-પીવાના શોખીનો મેલબોર્ન ફરવા જાય અથવા મેલબોર્નમાં રહેતા હોય એવા મિત્રો અચૂક 'લાલાઝ કિચન'માં ભોજન લેવા અવશ્ય મુલાકાત લે. બ્લોગની ઓળખાણ દેવાથી શ્વેતાબહેને બીલમાં વળતર આપવાની તૈયારી સામે ચાલીને દેખાડી છે. હજી કેટલાય એવા મિત્રો છે કે જેમણે સંપર્ક કર્યો છે, મળવાની તૈયારી દેખાડી છે અને સહાય પણ મોકલી છે.
**** **** ****

હવે વાત વખતની અમારી મુલાકાતની.
દર વખતની જેમ વખતે પણ ધોરણ - ની છોકરીઓને યુનિફોર્મની સાથે બે બે સ્લીપ અને બધી ૬૨ છોકરીઓને અંડરવેર આપવાના હતા.
આ વખતનો મુકામ 
બંને પક્ષે (આશ્રમશાળાના બાળકો અને અમે) જે દિવસની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે ૧૬ એપ્રિલ શનિવારનો દિવસ આવી પહોંચ્યો. લક્ષ્મણભાઇની ટવેરામાં વહેલી સવારે પાંચ વાગ્યે અમારી મુસાફરી શરૂ થઇ. જયેશની દુકાનેથી તૈયાર કરાયેલા યુનિફોર્મ અને સ્લીપ, અંડરવેર, નોટબૂક, બ્રશ, ટૂથપેસ્ટ, કંપાસ બોક્સ વગેરેનો ઇતર પુરવઠો ભરીને  નિર્મલ, જયેશ અને હું ટવેરામાં ગોઠવાયા. લક્ષ્મણભાઇએ અમને મનપસંદ એવા ડાંગ જીલ્લા તરફ મોટરકાર હંકારી મૂકી.
અમદાવાદ, વડોદરા, તિલકવાડા, સરદાર સરોવર, નેત્રંગ, માંડવી, મઢી (તુવેર દાળ ફેમ!) વટાવીને અમે વાંસદા તરફ આગળ વધ્યા. આખો રસ્તો ટ્રાફિક વગરનો, ખૂબ શાંત અને અઢળક કુદરતી સૌંદર્ય ધરાવે છે. વાંસદાથી અમે વઘઇ પહોંચ્યા. વઘઇ એસ.ટી. સ્ટેન્ડથી ભેંસકાતરી ગામ જવાના રસ્તે આગળ વધ્યા. લગભગ ૧૭ કિ.મી. આગળ ગયા ત્યાં 'ઝાવડા આશ્રમ શાળા તરફ' તેવું બોર્ડ દેખાયું એટલે મુખ્ય રસ્તા પરથી જમણી બાજુ આવેલા નાના રસ્તા પર કાર વાળી. વિસ્તાર ઘણો અંતરિયાળ છે અને ડાંગના જાણકાર હોઈએ તો કોઈ સ્થાનિકને સાથે રાખવા પડે. અહીં મોબાઇલના સિગ્નલ પકડાતા નથી.

યુનિફોર્મ વિતરણ માટે અમારા આગમનની જાણ કરવા માટે પણ જુદી-જુદી આશ્રમ શાળાઓના આચાર્યો મારફત સંદેશા મોકલવા પડ્યા હતા. થોડી વારમાં ઝાવડા આશ્રમ શાળાનું મકાન દેખાયું. ત્યાં થોડી મોટરકારો ઉભેલી જોવા મળી. સુરતના એક જૂથે ઝાવડા અને આજુબાજુની બે શાળાઓના બાળકો માટે ભોજન સમારંભ યોજ્યો હતો એટલે ચારે તરફ આનંદનો માહોલ હતો. ભીડમાંથી શાળાના શિક્ષકોને શોધ્યા અને ઝાવડાના બાળકોને એક ખંડમાં ભેગા કરવા કહ્યું. ત્યાં સુધીમાં અમે ટવેરામાંથી બધો સામાન ઉતારવાનો શરૂ કર્યો.
ક્લાસરૂમ- સ્ટડીરૂમ-બેડરૂમ જે ગણો એ અહીં 
ઝાવડા આશ્રમ શાળામાં કુલ ઓરડાઓ છે. દરેક ઓરડામાં બાળકો રહે પણ ખરા અને ભણે પણ ખરા. એટલે કે ભણવાનો અને રહેવાનો ઓરડો એક . ૬૨ છોકરીઓ અને ૬૫ છોકરાઓ અહીં રહીને ભણે છે. બધા બાળકો આતુરતાપૂર્વક યુનિફોર્મની રાહ જોઇ રહ્યા હતા. સૌ એક ખંડમાં ડાહ્યાડમરા થઈને ગોઠવાઈ ગયા. દર વખતની જેમ સૌનાં નામ બોલીને તેનું નામ લખેલી કોથળીમાં મૂકેલો યુનિફોર્મ અપાતો ગયો. બધા નવોનક્કોર યુનિફોર્મ પહેરીને તૈયાર થવા મંડ્યા. થોડાક છોકરાઓએ તો નવો યુનિફોર્મ પહેરીને મૂડમાં આવી જઈને 'હેપ્પી ડાન્સ' પણ કર્યો, જે જોવાની મને મઝા પડી ગઈ. નવો યુનિફોર્મ પહેર્યા પછી બાળકોના હસુ-હસુ થતા ચહેરા જોઈને ૪૦ ડિગ્રી ગરમીમાં પણ અમને હૈયે ટાઢક વળી!

ભોજનનો વૈભવ 
યુનિફોર્મ અપાઇ રહ્યો હતો તે દરમ્યાન શિક્ષકો સાથેની વાતચીતમાં એક આનંદના સમાચાર જાણવા મળ્યા. અગાઉ અમે પીંપરી આશ્રમ શાળામાં યુનિફોર્મ આપવા ગયા હતા ત્યારે ત્યાંના આચાર્ય બાબરભાઈએ જણાવેલું કે આશ્રમશાળાઓમાં ધોરણ સુધી ભણવાની સગવડ છે. ધોરણ માં ભણવા માટે બાળકોએ ઘણે દૂર આવેલી શાળામાં પહાડો ઓળંગીને ચાલતા જવું પડે છે. આથી છોકરીઓને ધોરણ પછી ઉઠાડી લેવામાં આવે છે. પીંપરી આશ્રમ શાળાની સામે ધોરણ થી ૧૨ ની રહેવા-ખાવાની સગવડ સાથેની હાઈસ્કૂલ આવેલી છે (જ્યાં આપણે 'સેનેટરી નેપકીન વિતરણ'નો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.) એટલે જો પીંપરી આશ્રમ શાળામાં ધોરણ શરૂ થાય તો ત્યાંના ૪૫ બાળકો 'ડ્રોપ આઉટ' થતા બચે. મુદ્દો મારા મનમાં બરાબર બેસી ગયો હતો. અમદાવાદ આવીને જાન્યુઆરી ૨૦૧૫ માં માન. મુખ્યમંત્રી અને માન. શિક્ષણમંત્રીને બાબતે વિગતવાર પત્ર મોકલ્યો હતો અને પત્ર સરકારી ટેબલો પર યોગ્ય ગતિએ ફરતો થાય તે માટેના જરૂરી 'છેડા અડાડવા'નો પ્રયત્ન કર્યો હતો ! જરૂરી છેડા અડ્યા હશે કે ગમે એમ, પણ 'સરકીટ પૂરી થઈ' હતી.

મુજબ ગુજરાત સરકારે નવા સત્રથી એટલે કે જૂન ૨૦૧૬ થી ડાંગની તમામ આશ્રમશાળાઓમાં ધોરણ ની શરૂઆત કરી દીધી છે. માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. આવો સંવેદનશીલ મુદ્દો સરકારને સંભળાયો અને તેના પર ત્વરિત હકારાત્મક અમલ થયો તે બદલ સંકળાયેલા સૌ હોદ્દેદારો અને અધિકારીઓનો જાહેર આભાર.

સરકારની નીતિરીતીની વખતોવખત ટીકા કરીએ છીએ, તેમ  સરકારની સારી યોજનાઓના વખાણ પણ કરવા જોઈએ. ગ્રામ્ય વિસ્તારો માટે આનંદીબહેનની સરકારે બે સરસ યોજનાઓ શરૂ કરી છે.
() દૂધ સંજીવની યોજનાઃ ખાસ આશ્રમશાળાના બાળકો માટેની યોજનામાં સુપ્રિમ કોર્ટે નક્કી કરેલી ગાઈડલાઈન મુજબ નિર્ધારીત માત્રામાં બાળક દીઠ રોજ દૂધની બોટલ પૂરી પાડવામાં આવે છે. આશ્રમશાળામાં રહેતા બાળકોને દૂધ નથી મળતું વાત ક્યારનીય મારા મનમાં ખટકતી હતી. વિચાર અમુક ચોક્કસ વ્યક્તિઓ દ્વારા મુખ્યમંત્રી સુધી પહોંચ્યો અને તેનો અમલ થયો ખૂબ આનંદની વાત છે.

() ટ્રાન્સપોર્ટ યોજનાઃ કોઇ પણ ગામની સરકારી શાળાથી પાંચ કિ.મી. દૂર રહેતા બાળકો માટે ટ્રાન્સપોર્ટેશન વાહનની વ્યવસ્થા કરવા સરકાર ચોક્કસ રકમની ગ્રાન્ટ આપે છે. ગ્રાન્ટમાંથી જે-તે શાળાએ રીક્ષા ભાડે રાખવાની વ્યવસ્થા કરવાની હોય છે. યોજનાનો અમલ શાળાના આચાર્યોના હાથમાં છે એટલે એની સફળતા જે તે આચાર્યના નૈતિક ધોરણો પર આધાર રાખે છે. યોજનાને લીધે ભણવા માંગતા બાળકો જે અત્યાર સુધી દૂરદૂરથી ટાંટિયા ઘસીને શાળાએ આવતા હતા તેઓને ટ્રાન્સપોર્ટ વાહનમાં શાળાએ આવવાની 'લક્ઝરી' પ્રાપ્ત થશે તેવી આશા રાખીએ.

ઘણી બધી સરકારી યોજનાઓની જાહેરાતો પૈકી આવી એકાદ-બે યોજનાઓ પણ 'ક્લિક' થઇ જાય તો ખરેખરા અર્થમાં 'ગ્રામોદયથી ભારતઉદય' શક્ય બની શકે.

બાળકોને યુનિફોર્મ અને બીજી વસ્તુઓનું વિતરણ કરીને અમે સાદું અને સાત્વિક ભોજન જમ્યા. તેની મીઠાશ શબ્દાતીત છે. પાછા અમદાવાદ તરફ આવવા નીકળ્યા ત્યારે શિક્ષકો સહિત બધા બાળકો 'આવજો-આવજો' કહેવા છેક મુખ્ય રસ્તા સુધી આવ્યા અને ભાવભીની વિદાય આપી.

અહીં ભોજન સમારંભમાં આવેલા આજુબાજુની બે આશ્રમશાળાઓના આચાર્યો પણ મળ્યા અને એમની શાળાઓમાં યુનિફોર્મ આપવાની વિનંતી કરી. હવે જૂનથી શરૂ થતા નવા સત્રથી નીચેની બે શાળાઓ લાઈનમાં છેઃ
() પીપળવાડા આશ્રમ શાળા, તા. ડોલવણ, જી. તાપી (૧૬૦ બાળકો)
() જાનકી કન્યા છાત્રાલય, ચિકટિયા, જી. ડાંગ (૨૦૦ બાળકો)
સંતોષી સ્મિત
'પ્રોજેક્ટ યુનિફોર્મ'માં ફંડની જરૂર સતત રહે છે અને તે માટે સૌનો આર્થિક સહકાર અનિવાર્ય છે. સૌ થોડો થોડો સાથ આપે તો બાળકોની દુનિયા બદલી શકાય.
ફરી એક વાર યાદ કરાવું કે અમે બાળક દીઠ બે જોડ યુનિફોર્મ આપીએ છીએ. છોકરાઓને શર્ટ અને પેન્ટ તેમજ છોકરીઓને કુર્તી અને સલવાર ઉપરાંત સ્લીપ અને અન્ડરવેર. એક જોડ યુનિફોર્મની કિંમત માત્ર ૩૫૦/- રૂ. છે, એટલે કે ફક્ત ૭૦૦/- રૂપિયામાં એક બાળક આખું વરસ બે જોડી કપડાં પહેરી શકે.
૭૦૦/-માં શું શું આવી શકે સરખાવી જોજો. મોબાઈલનું બીલ? ઈન્ટરનેટનું બીલ? લાઈટબીલ? બે જણનો મલ્ટીપ્લેક્સનો ખર્ચ? કે રેસ્ટોરાંમાં ભોજનનો ખર્ચ?
કશું બંધ કરવાની જરૂર નથી. પણ ખર્ચતી વખતે એટલું યાદ રહે કે માત્ર આટલી કિંમતમાં કોઈને આખું વરસ બે જોડ વસ્ત્રો પણ પૂરાં પડી શકે છે, તો બસ.
મારો સંપર્ક આપ -મેલ bhatt.utpal@gmail.com દ્વારા કે ફોન દ્વારા 7016110805 પર અથવા બ્લોગના માધ્યમથી પણ કરી શકો છો

4 comments:

  1. અદભુત
    બીરેન આ તારી કેવી ઉદાત્ત પ્રવૃત્તિ . તું તો કદિ કહેતો નથી , આ તો તારો બ્લૉગ વાંચ્યો એટલે જાણ્યું. અભિનંદન

    ReplyDelete
    Replies
    1. રજનીભાઈ, તમારી શુભેચ્છાઓ બદલ આભાર. હકીકતમાં આ બ્લોગ કેવળ ગોરકર્મ જ કરે છે. ખરું કામ તો ઉત્પલનું છે અને તેને સહાય કરનારા મિત્રોનું.

      Delete
  2. બીરેનભાઈ, મે પણ આ પહેલીવાર જાણ્યું. આમાં કંઈક કરવું ગમશે. આ શાળાઓમાં જાવ ત્યારે હું આવી શકું ? ઉત્પલભાઈને જાણતી નથી પણ આવા લોકો માટે ગૌરવ થાય છે..
    અહી વાંચતી રહીશ.. ફોન પર વાત કરીશું.
    લતા હિરાણી

    ReplyDelete
  3. ઉત્પલભાઇ અને તેમની ટીમને સો સો સલામ...

    ReplyDelete